મહીડા રાજપૂત વંશ
મહીડા રાજપૂત વંશ
મહિડા રાજપુત ઇતિહાસ
એક સમયે રાક્ષસ નો ત્રાસ વધી ગયો હતો. તેથી બધા ઋષિ ઓ ભેગા થયા અને રાક્ષસો ના ત્રાસ થી બચાવ માટે ગુરુ વસિષ્ઠ ઋષિ ને વાત કરી. ત્યાર બાદ વસિષ્ઠ ઋષિ એ આબુ પર્વત પર યજ્ઞ કર્યો અને પોતાના વેદો મંત્ર થી ચાર ક્ષત્રિય વીરો ની ઉત્પતિ કરી.તે ચાર નીચે મુજબ છે.
સોલંકી
પઢીયાર
પરમાર
ચૌહાણ
ઋષિ ઓ એ પહેલાં વીર પુરુષ ને પેદા કર્યો.ઋષિ ઓ તથા દેવો એ પહેલા વીર પુરુષ સોલંકી ને તલવાર આપી અને રાયસલ ગઢ, રાજસ્થાન મા સત્તા સ્થાપવા ની આજ્ઞા કરી અને ગોત્ર ભારદ્વાજ સાથે શાખા સોલંકી નિર્માણ કરી.મૂળ પુરુષ એ પોતાનો રાયસલ ગઢ વિસ્તાર વધાર્યો અને જેમ જેમ વંશ ની વૃદ્ધિ થયી તેમ તેમ જુદી જુદી ગાદી ઓ ની સ્થાપના થઈ તેમાનો એક વંશજ ખેંગારદેવજી એ ટોડા રાજસ્થાન મા ગાદી સ્થાપી તેમના વંશજો માના એક દળકંડ દેવ જી દ્વારિકા યાત્રા એ નીકળ્યા ત્યારે રસ્તા મા અરજણ નામે ભીલ રાજા કુકન્કુથા ભલા ગાદી પર રાજ કરતો હતો તેના તાબા મા 2200 ગામ હતા અને તે વિસ્તાર મહીયાળ પ્રદેશ તરીકે ઓળખાતો હતો તે ભીલ રાજા આર્ક ખુબસુરત બ્રાહ્મણ દીકરી પર મોહિત થયો. એ વાત ની જાણ થતાં બ્રાહ્મણ ની લાજ રાખવા દંડકદેવજી વહારે ચડ્યા અને ભીલ રાજા ને મારી નાખી અને ગોધરા શહેર વસાવ્યું ને ત્યાં ગાદી સ્થાપી અને પોતાનું રાજ્ય શરૂ કર્યું અને મહીયાળ પ્રદેશ ઉપર થી 'મહિડા' નો ખિતાબ ધારણ કર્યો.
તે ગોધરાની ગાદી મા ના વંશજો ના નામે વગણ દેવજી ને 700 ગામ મળ્યા. તે લઈ તેમને 916 મા સોજીત્રામાં મહિડા રાજ્યવંશની શાખા સ્થપાઇ
સં. 916 માં. આ ગાદી સ્થાપી વાગણદેવજીએ.
એમના મોટાભાઇ વીરમદેવજી એ ગોધરા ગાદી સંભાળેલી.
વાગણદેવજી અને વીરમદેવજીએ કાન્હડદેવજીના સુપુત્રો.
કાન્હડદેવજી,ચાંચકદેવજીના વંશમાં 26મી પેઢીએ થયા મૂળે મૂળરાજ સોલંકીના પૂર્વજ બલંકદેવજીના નાનાભાઇ દલકંદદેવજીએ મહિકાંઠાનો મૂલક મેળવી,‘મહીડા’ નો ખિતાબ
ધારણ કરી ગોધરામાં પોતાની ગાદી સ્થાપી.
દલંકદેવજી પૌત્ર થાય ચાંચકદેવજી,જેની 26મી પેઢીએ
કાન્હડદેવજી થયા.વાગણદેવજીએ સ્થાપેલી સોજીત્રાની ગાદી પર તેમના પછી તેમના પુત્ર રાયસંગજી (સં.946-973),એમના પછી એમના પુત્ર હરભાગજી (સં.979-990) અને એમના પછી એમના પુત્ર કનકસિંહજી (સં.
990-1026) ગાદીએ આવ્યા.કનકસિંહજી પછી પૃથ્વીરાજજી (સં.1026-1045),સલતાનજી (સં.1045-1066),હમીરજી (1066-1079),વીરમજી (સં.1079-1096),પુરણમલજી (સં.1096-1129) અને
મેઘરાજજી (સં.1121-1129)નામે રાજા થયા.મેઘરાજજી પછી રાઓલજી (સં.1129-1150),વ્રખભાણજી (સં.1150-1170),વીરભાણજી (સં.1170-1199), કેસરજી (સં.1999-1230),કલ્યાણસંગજી (સં.1230-1258), જગરુપજી (સં.1258) ગાદીએ આવ્યા.
આનુસિત વૃતાંતમાં આ પછીના અઢીસો વર્ષનો એટલે
કે સં. 1258 થી સં. 1513સુધીનો ઇતિહાસ ઉપલબ્ધ
નથી.ઇ.સ. 1457(સં.1513)ના અરસામાં સોજીત્રાની ગાદીએ રાવળ જેતસંગજી ઉર્ફે વાગણદેવજી રાજ્ય કરતા હતા. આ દરમિયાન મહમ્મદ બેગડાએ ચાંપાનેર જીતી ત્યાંના ચૌહાણવંશનો અંત આણ્યો. મહમ્મદ બેગડાની ફોજે આસપાસની નાની નાની ઠકરાતો પર જુલમ ગુજારવા માંડ્યો.જેના પરિણામે ઘણા જમીનદારો અને
ઠાકોરો અસ્તવ્યસ્ત થયા.જુલમગારોની કેટલીક ટોળીઓ
સોજીત્રાના મહીડા રાજ્યની સરહદમાં રંજાડ કરવા માંડી.આથી ત્યાંના રાજા વાગણદેવજી તથા એમના ભાઇ સુરાજી રૈયતની વહારે ચઢી ટોળીઓનો નાશ
કર્યો.
આથી છંછેડાયેલા સુલતાને એક મોટું લશ્કર
સોજીત્રા રવાના કર્યું.લશ્કર સોજીત્રા આવી પહોંચે તે
પહેલાં બંને રાવળ ભાઇઓ સહકુટુંબ પલાયન કરી ગયાને લશ્કરે સોજિત્રા રાજ્ય સહેલાઇ થી સર કરી લીધું.
વાગણદેવજી ઇડરના ડુંગરાળપ્રદેશમાં જઇ વસ્યા અને
ત્યાં તેમણે તિરંદાજોની ટુકડી તૈયાર કરી સલ્તનતની સરહદમાં લૂંટફાટ અને રંજાડ કરવા માંડી.વાગણદેવજી અને સુરોજી આ ઘમાસણમાં આખરે ખપી ગયા. પરંતુ
વાગણદેવજીના કુંવર જેસંગજીએ બહારવટું ચાલુ
રાખ્યું.એથી કંટાળી મહમ્મદ બેગડાએ સં. 1556 (ઇ.સ.
1500)માં જેસંગજી સાથે સુલેહ કરી ગામોના વાંટા તેમને
સુપ્રત કર્યા. હવે જેસંગજીએ સં. 1557 ઇ.સ.(1501)માં સાંગોલ(તા.ઠાસરા)માં પોતાની ગાદી સ્થાપી.એમના વંશજો બીજા નંબરના સરદારનું પદ ધરાવતા હતા.
ચકલાસી, ચુણેલ વગેરે કેટલાક ગામોનાં વાંટા તેમને તાબે
હતાં. આ રાજકુળ ની સત્તા ત્યાં છેક વિલીનીકરણ (ઇ.સ. 1947)સુધી રહી પરંતુ સોજીત્રામાં એની સત્તા ઇ.સ.
1485ના અરસામાં અસ્ત પામી.
સોજીત્રા માં સોલંકી વંશના કુળદેવી ક્ષેમકલ્યાણી માતા નું મંદિર પણ છે.આનુશ્રુતિક વૃતાંત અનુસાર મહીડા રાજા કનકસિંહજીએ સં. 1003 (ઇ.સ.946-47)માં સોજીત્રામાં ક્ષેમકલ્યાણી માતાની મૂર્તિ સ્થાપીને
ભીમનાથ મહાદેવનું મંદિર પણ બંધાવ્યું. આ વંશમાં મેઘરાજજી (સં.1121-1129)રાજા થયા જેઓ ભારે
ધાર્મિક વૃતિના હતા.અજાણમાં થયેલી બ્રહ્મહત્યાના પ્રાયશ્ચિતરુપે એમણે દ્વારકાની યાત્રા કરી પુણ્યદાન તથા બ્રહ્મભોજનમાં પુષ્કળ પૈસો ખર્ચ્યો એમ કહેવાય છે કે, છેવટે મેઘરજજીએ એક પીપળાના લાકડામાં પૂરાઇ
પોતાનો દેહ ત્યજ્યો.
'સોલંકી વંશની ગોધરાની શાખાનો ઇતિહાસ’
નામે એક પુસ્તક શ્રી ભાઇશંકર વિદ્યારામ પંડીતે લખ્યું છે.
અને ગાજણા(તા.બોરસદ) ના ઠાકોરસાહેબે ઇ.સ.૧૯૧૯માં પ્રકાશિત કર્યું છે.
તેમાં સોજીત્રામાં સ્થપાયેલ મહીડા રાવળોની ગાદીનો ઇતિહાસ પ્રકરણ આઠમાં અપાયો છે.આ પુસ્તકનો આધાર
વહીવંચાના ચોપડાઓ અને લોકકથાઓ છે.
શ્રી ભાઇશંકર વિદ્યારામ પંડિતે એમના આ પુસ્તકમાં ચરોતરના પેટલાદ,નાપા ગઢ, ગાજણા,વાલવોડ, વડોદ,
સોનીપુર, કુણા હરેરા,શીમી, છાલીયેર,દેવા માંડવી, અલારસા-ભેટાશી ,નાપાડના મહીડા રાજ્યવંશ.
શાખાઓનો વૃતાંત પણ નીરૂપ્યો છે. અહીં અમે રજૂ કરેલી માહિતી મૂળ પુસ્તકમાંથી નહીં પરન્તુ અન્ય સ્ત્રોત માંથી મેળવેલી હોઇ સોલંકી વંશની ગોધરા શાખાની ચરોતરની ગાદીઓનો સંપૂર્ણ ઇતિહાસ નોંધી શક્યા નથી એટલું સમજાયું કે,ચરોતરમાં ઇ.સ.૫૪માં સોલંકી/મહીડા રાજપૂતો આવ્યા અને રાજ્યકર્તા બન્યા.
જય માતાજી.🖋

જય માતાજી
જવાબ આપોકાઢી નાખોRight... Jay mataji
જવાબ આપોકાઢી નાખો